family jokesબા – બાપુ અને પા

બા: મેં આજે ટોકીઝ માં પા picture જોયું ……..
બાપુ: ડોબી ગય તી તો આખું જોવું તું ને પા કેમ જોયું

‘બેગમ’ કોન?

પ્રશ્ન : પત્નીને ‘બેગમ’ કેમ કહેવાય છે?જવાબ : કેમ કે લગ્ન પછી તેના બધા ગમ તેને પતિના ભાગે ચાલ્યા જાય છે એટલે પત્ની બની જાય છે ‘બેગમ’.

ઈતિહાસ નો ઈતિહાસ

પિતા:રાજુ, તું દરેક વખતે ઈતિહાસમાં શા માટે નાપાસ થઇ જાય છે?
રાજુ:કારણ કે આ વિષય ના બધા પ્રશ્નો તે સમય ના હોય છે જ્યારે મારો
જન્મ પણ નહોતો થયો.

અક્કલ મોટી કે ભેસ

સોહન:સોનલ, કહે તો – અક્કલ મોટી કે ભેસ ?
સોનલ:ભાઈ , પહેલા બંને ના જ્નમદિવસ કહો ,પછી જ ખબર પડશે કે કોણ મોટું છે?

અહીંથી ફૂલો તોડવાની મનાઈ છે

નટુની મમ્મી:મેં તને બગીચામાંથી પૂજા માટે ફક્ત ફૂલ તોડવાનું કહ્યું હતું ,તું આખી ડાળી કેમ તોડી લાવ્યો?
નટુ:કેમ કે ત્યાં બોર્ડ માર્યું હતું કે અહીંથી ફૂલો તોડવાની મનાઈ છે . મને થયું ડાળી વિશે આવી કોઈ સૂચના નથી લખી એટલે ડાળી જ તોડીને લેતો જાઉં ! !

તમને જોક્સ આવડે છે ? તો નીચે અભિપ્રાય (comment) બોક્સ મા મોકલી આપો.