આપણે મહેમાન આ ધરતી નાં…

યુગો યુગ નો આ પ્રવાસ આપણો,
આપણે મહેમાન આ ધરતી નાં…

પશુ પંખીઓ સાથેનો સહવાસ આપણો
ઋણી આપણે પૃથ્વી નામ નાં યજમાન નાં…

આ અતિથી ગૃહ માં સગવડો ઘણી,
રહેવા માટે વૈવિધ્યતા ભરેલા દેશો અને પ્રદેશો,

મેહમાનો ને ન્હાવા-ધોવા જોશે પાણી.
સર્જ્યા સરોવરો, ધૂવાધાર ધોધ અને નટખટ નદીઓ.

તરસ્યા પ્રવાશીયો ને જોઇશે પાણીયારા
બનાવ્યા મીઠા ઝરણા, ફળો માં રસ અને નાળીયેર માં પાણી.

ભમતા ભોમિયાઓ નો ઉઠશે જઠરાગ્ની,
ખુબ વિચારી કોઠે ભર્યા ઘઉં, ચોખા, મકાઈ ને બાજરી.

અતિથી આવ્યા છે તો મીઠું મોઢું તો કરાવીએ !
લ્યો માણો સુકા મેવા,ગડેરી ને વન પાક ફળો.

સૌની જરૂરીયાત પ્રમાણે મનોરંજન ની યોજના પણ ના ભૂલ્યા,
કર્યા મસ્તી ભર્યા મોજા, ફૂલો માં સુગંધ અને પર્વતો માં ઢોળાવ.

આતિથ્ય કરનાર સૌને એટલું બધું આપે,
કે દરકે મુસાફર ખુબ ખુબ ચાહે પોતાના મુકામ ને.

આ મહેમાન ગતિ માણવા સિવાય,
નથી કોઈ બીજો હક મહેમાનો ને.

બીજા પ્રાણીઓ કઈંક શીખવી જાય છે માનવીયોને,
ખપ પુરતું વાપરી સંતોષ થી રહેતા સૌએ.

પૃથ્વી પોકારે છે કે મનુષ્યો કરે છે ઈજા ઘણી,
હવે તો ધરતી નું પોતાનું સમારકામ પણ ઓછું પડે છે.

યજમાન પ્રકોપ કરી કરે છે પ્રશ્ન,
“શું મહેમાનો ને હક છે ભવિષ્ય ના મહેમાનોનો હક છીનવાનો ?”

-એક વાચક (ઈ-મેઈલ થી)

તમારું સાહિત્ય (ફન) મોકલવા માટે અહી કલીક કરો.