હે જી પાઉન્ડ તો  પોક મુકાવે ને રિયાલ તો રખડાવે

ડોલર તો એક  દિ ડુબાડે પણ મારો રૂપિયો ઋણ ચુકાવે

==== ========= ====== ====== =====

==== ======= ==== ======= ====== =====( રાગ :નંદ કુંવર નાનો રે, કાનો રમે છે મારી કેડમાં )
=========== ========== ============કારોએ તો કચડી નાખ્યા રે ….. …….ડોલર તારા દેશમાં.

મેઈનટ્ન્સે તો  મારી નાખ્યા રે …… ડોલર તારા દેશમાં.

વોરન્ટીએ તો  વાઢી નાખ્યા રે …… ડોલર તારા દેશમાં.

બની જાપાનમાં ને, આવી અમેરિકા,

ટોયોટા એ  તો તોડી નાખ્યા રે ………ડોલર તારા દેશમાં.

મેળવ્યા તા વિઝા ને ખાધા રે પીઝા,

યા ! યા ! માં અટવાઈ ગયા રે …… ડોલર તારા દેશમાં.

પીધી જ કોક ને મૂકી છે પોક રે,

ડોલરમાં તો ડૂબી ગયા રે …… ડોલર તારા દેશમાં.

જયારે પીવે બીયર તે જ પડે ગીયર,

પાર્ટીમાં તો  પછડાઈ ગયા રે …ડોલર તારા દેશમાં.

કરે આજ હાયર ને કાલે પછી ફાયર,

ઇન્સુરન્સે તો ઉધા પાડ્યા રે ….ડોલર તારા દેશમાં.

ફરવા ગયા મોલ ને ઠેર ઠેર સેલ,

ટેક્સમાં તો તણાઈ ગયા રે .. …. ડોલર તારા દેશમાં.

આવે તો હાય ને જાયે તો બાય,

માણસ ને હાય ગાય કહેવાય રે … ડોલર તારા દેશમાં.

હે ગરવા ગુજરાતીઓ ગરિમા સંભાળજો,

” સ્વપ્ન ” જગતમાં તો છલકે  રે ….. ડોલર તારા દેશમાં.

=========================================================

— સ્વપ્ન જેસરવાકર  ( ગોવિંદ પટેલ )