આપણે જીવન મા ઘણા સફળ અને નિશ્ફ્ળ લોકો જોયા હશે, અને વિચાર્યુ પણ હશે કે શાં માટે અમુક લોકો સફળતા નાં શિખરે પહોંચી જાય છે જ્યારે અમુક લોકો હમેશાં નિશ્ફ્ળ જ રહે છે. આજે ઇન્ટરનેટ પર ક્યાંક મને એક સરસ સરખામણી જોવા મળી અને એ હતી સફળ અને નિશ્ફ્ળ માણસો ના વિચારો ની સરખામણી. માત્ર વિચાર ના તફાવત થી જ બને છે માણસ નું વ્યક્તિત્વ, જુવો કેવી રિતે…

સફળ માણસ ના વિચારો…

successful man

 1. બિજા ના વખાણ કરે છે.
 2. બધા ને માફ કરી દે છે.
 3. પોતાની અસફળતા ની જવાબદારી સ્વયં લે છે.
 4. આદર્શ અને પ્રેરણાત્મક પુસ્તકો વાંચે છે.
 5. બધાને સફળ થતા જોવા ઇચ્છે છે.
 6. તેઓ હમેંશા જાણે છે કે તે ને શું બનવુ છે.
 7. હંમેશા લક્ષ્ય બનાવે છે અને તેના પર કામ કરે છે.
 8. સતત કઇક નવુ શીખતા રહે છે.
 9. પોતાના મા સુધારો લાવવાની દ્રષ્ટી રાખે છે.
 10. પરિવર્તન લાવે છે.
 11. હમેશાં ખુશ રહે છે અને ખુશિઓ વહેંચે છે.
 12. પોતાન વિચારો અને જ્ઞાન ને વહેંચે છે.
 13. નવા આઇડિયાઝ ની વાતો કરે છે.
 14. રોજ કઇક નવુ વાંચે છે.
 15. પોતાની શફળતા નો શ્રેય પણ વહેંચે છે.
 16. હમેશા બિજા નો આભાર માને છે.

 

નિષ્ફ્ળ માણસ ના વિચારો…..

un successful

 1. બધાની ટીકા કરે છે.
 2. મન મા દુશ્મની રાખી ને બશે છે.
 3. પોતાની નિષ્ફળતા નુ કારણ બીજા ને બનાવે છે.
 4. પુસ્તકો વાંચવા થી દુર રહે છે અને વાંચન ની કીંમત નથી સમજતા.
 5. પોતે બધુ જ જાણે છે અને વાંચવાની જરુર નથી, તેવા ભ્રમ મા રહે છે.
 6. દરેક વાત ને ફાયદા અને નુકસાન ના દ્રષ્ટિકોણ થી જુવે છે.
 7. બિજા ને નિષ્ફળ જોવા માંગે છે.
 8. તેને ખબર જ નથી હોતી આખરે જીવન માં બનવુ છે શુ?.
 9. તેમની સામે ક્યારેય કોઇ લક્ષ્ય હોતુ નથી.
 10. દરેક વખતે એક અજાણ્યા ગુસ્સા મા રહે છે.
 11. પોતા નુ જ્ઞાન બીજા સાથે વહેંચતા નથી.
 12. વાસ્તવિકતા થી દુર અને અતી ઉત્સાહ મા રહે છે.
 13. જીવન મા બદલાવ થી ડરે છે.
 14. સમય ની કીંમત નથી સમજતા અને મોટા ભાગ નો સમય વેળફે છે.
 15. સફળતા નો બધો શ્રેય પોતે લે છે.
 16. માત્ર અધીકાર નિ વાંતો કરે છે, કર્તવ્ય ની નહી…

તો જોયુ મિત્રો, ફક્ત આચાર વિચાર બદલવા થી માણસ પોતના જીવન મા ઘણુ બધુ મેળવી શકે છે અને સફળ થઇ શકે છે. જો તમ ને લાગતુ હોય કે તમારા ઘણા વિચારો બિજા લિસ્ટ મા આવે છે, તો આજે જ વિચારો અને પ્રથમ લિસ્ટ મા જવાની કોશિષ શરુ કરી દો.